Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસનો વિધાનસભા ઘેરાવના કાર્યક્રમનું સૂરસૂરિયું, 8-10 ગાડીઓ ભરીને નેતાઓ, કાર્યકરોની અટકાયત

 ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) ત્રણ દિવસનું ટૂકું સત્ર આજથી (Monday) શરૂ થઈ રહ્યું છે. ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે (Congress) પણ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી પરંતુ પોલીસના ચુસ્ત બંદોબસ્તના કારણે આ કાર્યક્રમનો ફ્લોપ શો થઈ ગયો હોય તેવું લાગ્યું.  કોંગ્રેસ દ્વારા સવારે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સાથે જ ગૃહમાં પણ રાજ્યના વિવિધ મુદ્દાઓ પર સરકારને સવાલો પુછવાની કોંગ્રેસે તૈયારી કરી લીધી છે.

કોંગ્રેસનો વિધાનસભા ઘેરાવના કાર્યક્રમનું સૂરસૂરિયું, 8-10 ગાડીઓ ભરીને નેતાઓ, કાર્યકરોની અટકાયત

ઝી મીડિયા બ્યુરો/ ગાંધીનગર:  ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) ત્રણ દિવસનું ટૂકું સત્ર આજથી (Monday) શરૂ થઈ રહ્યું છે.  આ સત્રમાં 8 બિલ રજુ કરાશે. ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે (Congress) પણ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે.વિધાનસભાનું (Gujarat Assembly) ત્રણ દિવસનું ટૂકું સત્ર આજથી (Monday) શરૂ થઈ રહ્યું છે. ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે (Congress) પણ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી પરંતુ પોલીસના ચુસ્ત બંદોબસ્તના કારણે આ કાર્યક્રમનો ફ્લોપ શો થઈ ગયો હોય તેવું લાગ્યું. આ સાથે જ ગૃહમાં પણ રાજ્યના વિવિધ મુદ્દાઓ પર સરકારને સવાલો પુછવાની કોંગ્રેસે તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ આજે વિધાનસભા તરફ કૂચ કરવા જઈ રહી છે. સત્યાગ્રહ છાવણીથી આ કૂચની શરૂઆત થઈ. કૂચ કરતા પહેલા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કેટલાક ધારાસભ્યો પણ બેઠકમાં હાજર રહ્યાં હતાં. કોંગ્રેસે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, ખેડૂતોને વીમો, DPS કાંડ વગેરે મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે. 

fallbacks

વિધાનસભા કૂચ: કોંગ્રેસનો આક્ષેપ, કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે રાજ્ય સરકારે સરમુખત્યારશાહીનો ઉપયોગ કર્યો

કોંગ્રેસના વિધાનસભા કૂચના લાઈવ અપડેટ્સ...

અમિત ચાવડા સહિત નેતાઓને પોલીસ ટીંગાટોળી કરીને લઈ ગઈ
વિધાનસભા તરફ કૂચ કરી રહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને રોકવા માટે પોલીસ દરેક રીત અજમાવી રહી છે. અમિત ચાવડા સહિતના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરીને પોલીસ ટીંગાટોળી કરીને લઈ ગઈ. મળતી માહિતી મુજબ કાર્યવાહી પહેલા પોલીસે તેમને આગળ ન વધવા જણાવ્યું હતું પરંતુ કાર્યકરો અને નેતાઓ માન્યા નહીં આથી તેમની અટકાયત કરવામાં આવી રહી છે.

fallbacks

અટકાયતથી ક્રોધે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસની ગાડીને બનાવી નિશાન, કર્યો પથ્થરમારો, સૂત્રોચ્ચાર
કોંગ્રેસના કાર્યકરો વિધાનસભા પહોંચે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરવા માંડી છે. જેને લઈને આક્રોશમાં આવેલા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો. આ ઉપરાંત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યાં છે. કોંગ્રેસનો આરોપ છે કે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. 'ગાંધી લડે ગોરો સે, હમે લડેંગે ચોરો સે' ના સૂત્રોચ્ચાર ચાલી રહ્યા છે. 

fallbacks

કૂચ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો પર પાણીનો મારો, નેતાઓની અટકાયત
કૂચ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો પર પોલીસે વોટર કેનનથી પાણીનો મારો કર્યો છે. તથા અનેક કોંગ્રેસના કાર્યકરો અને મોટા નેતાઓની અટકાયત કરાઈ. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની પણ અટકાયત કરવામાં આવી છે. 

fallbacks

સંબોધન બાદ વિધાનસભા તરફ કૂચ શરૂ
કોંગ્રેસના નેતાઓના સંબોધન બાદ હવે વિધાનસભા તરફ કૂચ શરૂ થઈ ગઈ છે. સત્યાગ્રહ છાવણીથી આ કૂચ શરૂ થઈ છે. 

ગાંધી, સરદારનું ગુજરાત છે, અંગ્રેજોથી પણ નથી ડર્યા તેમને તમે પોલીસના નામે ડરાવશો તો ડરશે નહીં-અમિત ચાવડા 
પરેશ ધાનાણીના સંબોધન બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કાર્યકરોને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે આ સરકાર લોકોનું જીવન હરામ કરી રહી છે. જ્યાં સુધી લોકોના હક નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ આ હક માટે લડાઈ લડશે. તેમણે કહ્યું કે આ ગાંધીનું ગુજરાત છે, સરદારનું ગુજરાત છે, ગુજરાતીઓ અંગ્રેજોથી પણ નથી ડર્યા તેમને તમે પોલીસના નામે ડરાવશો તો તેઓ ડરશે નહીં. 

fallbacks

પરેશ ધાનાણીએ કહ્યું- સૂતેલી સરકારને જગાડીશું
વિધાનસભા તરફ કૂચ કરતા પહેલા કોંગ્રેસના નેતાઓ સત્યાગ્રહ છાવણી પાસે ભેગા થયા છે. કૂચ પહેલા નેતાઓ ત્યાં હાજર કોંગ્રેસ અને NSUIના કાર્યકરોને સંબોધન કરી રહ્યાં છે. પરેશ ધાનાણીએ કહ્યું કે સામાન્ય માણસના અવાજને રૂંધવાનું પાપ થાય છે. વિરોધ પક્ષ પર સરકારના અત્યાચાર થાય છે. તેમણે કહ્યું કે સૂતેલી સરકારને જગાડવા માટે આ કૂચ કરીશું. 

fallbacks

મહેસાણા કોંગ્રેસના શહેર પ્રમુખ, પાલિકા પ્રમુખ, કોર્પોરેટરોની અટકાયત
કોંગ્રેસના વિધાનસભા ઘેરાવના કાર્યક્રમને નિષ્ફળ કરવા માટે સરકાર તમામ પ્રયત્નો અજમાવી રહી છે. મહેસાણામાં કોંગ્રેસના શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટ પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી પાલિકા કોંગ્રેસના કોર્પોરેટરો ની પણ અટકાયત કરવામાં આવી છે. 10 જેટલા કાર્યકર્તાઓની મહેસાણા એલસીબી દ્વારા અટકાયત કરવામાં આવી છે. વિધાનસભાને ઘેરાવ કરવા જતા સમયે ગોઝારીયા ખાતે થી અટકાયત કરાઈ છે. મહેસાણા LCBએ અટકાયત કરી છે. 

fallbacks

(જામનગરમાં અટકાયત)

જામનગર: વિધાનસભા ઘેરાવ કરવા જઈ રહેલા યુથ કોંગ્રેસ અને NSUIના 25 જેટલા કાર્યકરોની અટકાયત
કોંગ્રેસના વિધાનસભા ઘેરાવના કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહેલા જામનગરના યુથ કોંગ્રેસ અને NSUIના 25 જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. LCB અને SOG દ્વારા આ અટકાયત કરવામાં આવી. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે આ અગાઉ વિધાનસભા દળની બેઠકની વિગતો આપતા દંડક શૈલેષ પરમારે(Shailesh Parmar) જણાવ્યું હતું કે, " સોમવારથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રમાં કોંગ્રેસ સવારે 9 કલાકે વિધાનસભાનો ઘેરાવ કરશે. પોલીસે મંજૂરી આપી નથી, તેમ છતાં પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કૂચ કરવામાં આવશે. જો પોલીસ ધારાસભ્યોની ધરપકડ કરશે તો પણ કૂચ આગળ વધારવામાં આવશે. જો લાઠીચાર્જ થશે તો તેની જવાબદારી સરકારની રહેશે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More